bhagwatiacademy.in

      Bhagwati Academy youtube icon Bhagwati Academy Preeti Tolani

 
 Parents Feedback
image  ​ ​
 
image ​ ​
 
... Its really nourish childs development not only by imparting conceptual knowledge but also developing childs sensory and psychomofor skills.Really it helps childs visualisation making learning a very easy and interesting.




Vishal U Shah   ​ ​
 
 
વર્ષાબેન.એસ.પટેલ
આપણે સૌ જાણીએ છીએ કે શાળા એ સરસ્વતી માતાનું મંદિર છે. જ્ઞાનની દેવી સરસ્વતી છે. અને જ્ઞાન મેળવવા આપણા બાળકો શાળાઓમાં જાય છે. તેથી શાળાને સરસ્વતીનુ મંદિર કહેવાય છે.આજના યુગમાં આ મંદિર નુ સ્થાન અનેક ટયુશન કલાસીસો એ લીધુ છે. આપણે બાળકોને વધુ જ્ઞાન અપાવવા માટે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસોમાં મોકલીએ છીએ.આમ છતા કોઇક વાર આપણને સંતોશ કારક પરિણામ નથી મળતુ. ત્યારે આપણે હતાશ થઇએ છીએ અને બાળકો ઉપર ગુસ્સો કરીએ છીએપરંતુ આપણે ક્યારેક વિચાર્યુ છે કે આપણે આપણા બાળકના અભ્યાસમાં કેટલુ ધ્યાન આપ્યુ છે?

માત્ર શાળા અને ટ્યુશન ની ફીસ ભરી દઇએ એટલે આપણી ફરજ પૂરી નથી થઇ જતી.આપણુ બાળક વધુ સારા ગુણ મેળવે તેમજ દરેક શ્રેત્ર માં આગળ વધે એ માટે માતા-પિતાએ તેમને વધુ સહકાર અને પ્રોત્સાહન આપવુ જોઇએ. આપણા દેશમાં બધાજ બાળકોને સમાનતાના હક થી શિક્ષણ મળે છે.બધાજ ધર્મો ના લોકોને સમાન હકો મળ્યા છે.તેમજ બધાજ તહેવારો સૌ હળીમળીને ઉજવે છે.આવી સમાનતા અને એકતાનુ પ્રતિક એટલે “ભગવતી એકેડેમી.

જ્યાં બળકોને ભણતર સાથે મનોરંજન પણ મળે છે.રાષ્ટ્રીય તહેવારો,ધાર્મીક તહેવારો ની ઉજવણી,રમત-ગમત ની સ્પર્ધા પ્રવાસ વગેરે વિવિધ પ્રકાર ની પ્રવ્રુતીઓ કરાવવામા આવે છે.તેમના દ્વારા થતી કોઇ પણ પ્રવ્રુતી બાળકો માટે ફાયદારૂપ જ હોય છે.જેવી કે Best student અને Best Parents ની પસંદગી કરવામાં આવે છે.    કોઇ બાળકને Best student નુ ઇનામ મળે તે જોઇને બીજા બાળકો પણ બેસ્ટ બનવા માટે વધુ મહેનત કરે છે.તેવી જ રીતે પેરેંટ્સ પણ પોતાના બાળક પાછળ વધુ ધ્યાન આપે છે.    વર્ષ દરમ્યાન અનેક વાલી મીટીંગ યોજાય છે. જેમા વાલીઓને પોતાના બાળકો પ્રત્યેની ફરજો પર ધ્યાન દોરવામાં આવે છે. તેમજ સારા માર્કસ મેળવવા બાળકોને કેવી રીતે અભ્યાસ કરાવવો તેની સમજ એકેડેમીનાં સંજય સર(મેનેજીંગ ડિરેકટર) આપે છે.
બાળકોને ન સમજાય એવા મુશ્કેલ પ્રશ્નોનાં ઉત્તરો વારંવાર સમજાવવામાં આવે છે. જેથી બાળકોને યાદ રહી જાય છે.આમ અનેક ગુણો અને વિશેષતાઓ ધરાવતી સંસ્થા ભગવતી એકેડેમીને અમારા ખુબ ખુબ વંદન. અમે સૌ ખુબ ખુબ અભારી છીએ એકેડેમી ના બધાજ મેડમોનાં કે જેમણે બાળકોની પાછળ ખુબ જ મહેનત કરી છે. અને બાળકોને ખુબ સહકાર આપ્યો છે. દરેક બાળકોને પ્રેમ અને સહાનુભૂતિથી શિક્ષણ આપતા હોવાથી બાળકોને ભણવાની મજા પડે છે. અમારી પ્રાર્થના છે કે પ્રભુ તેમને વધુ જ્ઞાન અને શક્તિ આપે કે જેથી આગળ પણ આજ રીતે બીજા વિદ્યાર્થીઓને શિક્ષણ મળતુ રહે.દરેક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે.
જય હિંદ જય ભારત   .
 
 
 
શોભનાબેન.વી.મનાણી

ભગવતી એકેડેમી નામ સાંભળતા એવુ લાગે છે કે એ શું છે?પરંતુ ભગવતી એકેડેમીનાં મેનેજર સર પાસેથી માહિતી મળ્યા પછી સમ્જાયુ કે ભગવતી એકેડેમી એટલે આપણા બાળકનુ ભાવી ઘડતર નો વિકાસ. બાળકોને સ્કુલમાં તો શિક્ષણ મળે જ છે. પરંતુ ભગવતી એકેડેમીનાં માર્ગદર્શન દ્વારા બાળકોના મગજનો વિકાસ થાયછેઅને તેમને નવું-નવું જાણવાનુ અને પ્રયોગો કરવાની જીજ્ઞાસા જાગે છે.

આજના યુગમાં ગણિત આવડવુ ખુબ જ જરૂરી છેઅને અલોહા ના માર્ગદર્શન થી બાળકો 5 મીનીટ માં 70 દાખલા કરે એ ખુબ જ મોટી વાત છે.આજે અલોહા વિશ્વમાં ખુણે-ખુણે જાણીતુ થયુ છે. અને અલોહાની મોટી વાત તો એ છે કે તે બાળકો વચ્ચે સ્પર્ધા રાખે છે અને તેના દ્વારા બાળકોમાં અનેરો ઉત્સાહ જગાડે છે.     ભગવતી એકેડેમી એ એક એવી ચાવી છે કે તે આપણા બાળકનાં મગજનું તાળુ ખોલી અને તેના ભાવી ભવિશ્ય ને ઉજવડ બનાવે છે.